આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/
એક સામાન્ય કહેવાય તેવી હકારાત્મક દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે.
મરિયમ હબીબ તેના બીજા બાળક સાથે ગર્ભવતી હતી ત્યારે તે અપમાનજનક લગ્નથી છૂટી થઈ હતી, જેના માટે તે તૈયાર ન હોવાથી તેણીને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
સિંગલ પેરેન્ટ તરીકે મરિયમે ઘણા દબાણોનો સામનો કરવો પડ્યો હતો અને તેણીએ તેની માનસિક સુખાકારી અને તેની ચિંતા કરવાતી લાગણીઓને દૂર કરવામાં મદદ કરવા માટેના પગલાં લેવાની જરૂરિયાતને ઓળખી હતી.
મરિયમે શોધી કાઢ્યું હતું કે રોજિંદી કામગીરી કરવાથી તેને ખુદને ‘સુખ આપતી જગ્યા’ શોધવામાં મદદ મળી છે અને તેણીની માનસિક સુખાકારીને ટેકો આપ્યો છે.
તે કહે છે કે: “દરરોજ હું હકારાત્મક રીતે મજબૂત થાઉ તે માટે થોડી નોંધો કરવા માટે સમય કાઢું છું – ઉદાહરણ તરીકે, હું કેવું અનુભવું છું અને મારા વિચારો શું છે તે લખું છું.
“હું મારી જાતને યાદ કરાવું છું કે હું સુંદર છું, હું મજબૂત છું, અને હું મારા જીવનનું નિયંત્રણ કરૂ છું. આ સમય દરમિયાન, હું ધાર્મિક પાઠ પણ સાંભળું છું – મને તે અતિશય સુખદાયક અને શાંત લાગે છે.
“સૂવાના સમયે હું આરામ કરવા, મારું મન સાફ કરવા અને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે શ્વાસ લેવાની કેટલીક કસરતો કરું છું. મારા બાળકો મારી સૌથી મોટી પ્રેરણા છે અને રીલેક્ષેસન રૂટીન બનાવીને હું શ્રેષ્ઠ માતા બની શકું છું.”
હવે, મરિયમ માત્ર તેના નાના બાળકોને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરતી જ નથી, પરંતુ તેણી તેના બીએસસી (ઓનર્સ) હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિગ્રી અભ્યાસમાં પણ પાછી આવી છે અને તેને પ્રતિષ્ઠિત YAYA એવોર્ડ્સ માટે તેની સરાહના કરવામાં આવી છે અને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
અમે NHSના એવરી માઇન્ડ મેટર પ્રોગ્રામની શ્રેષ્ઠ પ્રેક્ટિસનું અન્વેષણ કરીએ છીએ
તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમે તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો.
આ ટોચની ટીપ્સ સાથે તમારી ‘નાની મોટી બાબતો’ શોધો:
-
શારીરિક રીતે સક્રિય થાવ
સક્રિય રહેવું તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ સારું નથી, તે ત
મારા મન માટે પણ સારું છે. તે તમારી નર્વસ ઊર્જાને બાળી નાખવામાં મદદ કરી શકે છે. તે કદાચ તકલીફની લાગણીઓને સંપૂર્ણપણે અદૃશ્ય કરી શકતું નથી, પણ તે તેમને ઓછી તીવ્ર બનાવી શકે છે. તમે હળવા ઓનલાઈન યોગ વર્ગો, ઘરની આસપાસ હેરફેર અથવા તાજી હવામાં ટૂંક સમય માટે ચાલવાનું પસંદ કરી શકો છો.
-
તમારા વિચારો અને લાગણીઓને મેનેજ કરો
કેટલીકવાર આપણે વિચારની મદદ ન કરે તેવી પેટર્ન વિકસાવીએ છીએ, અને તે મદદ ન કરે તેવા વર્તન તરફ દોરી શકે છે, તેથી તેમને ઓળખવાથી અને તેમના વિશે અલગ રીતે વિચારવાથી તે આપણી માનસિક સુખાકારીમાં સુધારો કરી શકે છે. કોગ્નીટીવ બીહેવીયરલ થેરાપી દ્વારા પ્રેરિત મફત, વ્યવહારુ જાતે જ સહાય કરતી ટિપ્સ માટે જુઓ nhs.uk/every-mind-matters
-
તમને વિશ્વાસ હોય તેવી વ્યક્તિ સાથે વાત કરો
આપણે કેવું અનુભવી રહ્યા છીએ તે અંગે આપણે કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી સુધરી શકે છે અને આપણને એકલતા અનુભવતા અટકાવવામાં મદદ મળે છે. તમે કેવું અનુભવો છો તે શેર કરવાથી તમે શેમાંથી પસાર થઇ રહ્યાં છો તે સમજવામાં તેમને મદદ થશે અને સાથે મળીને તમે તેના ઉકેલો શોધી શકો છો.
-
સૌથી વધુ તમારી ઊંઘમાંથી મેળવો
સારી-ગુણવત્તાવાળી ઊંઘ આપણને માનસિક અને શારીરિક રીતે કેવું લાગે છે તેમાં મોટો ફરક પાડે છે. એવરી માઇન્ડ મેટર્સમાં તમારી ઊંઘ સુધારવા માટે ઘણી બધી ટીપ્સ છે અને તમને સૂવાના સમયની સારી આદતો વિકસાવવામાં મદદ કરવા માટે એક ઇમેઇલ પ્રોગ્રામ છે.
-
કુદરતની નજીક જાઓ
કુદરતમાં સમય વિતાવવો – બગીચાઓ અથવા પાર્ક્સ જેવા હરીયાળા સ્થળો – તમારા મૂડને ઉત્થાન આપી શકે છે અને તમને વધુ હળવાશ અનુભવવામાં મદદ કરી શકે છે. તમે વિન્ડોસીલ અથવા બાલ્કનીમાં છોડની સંભાળ રાખીને પણ પ્રકૃતિને તમારા જીવનમાં લાવી શકો છો.
-
આગળ વધવા માટે કંઈક પ્લાન કરો
આગળ વઘવા માટે કંઈક હોવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમને બાબતો અઘરી લાગતી હોય. તે તમને કંટાળા અને સુસ્તીનો સામનો કરવામાં મદદ કરશે અને તમારા મૂડને વેગ આપશે અને તમને ઉત્સાહિત કરશે. તેનું આયોજન કરવા માટે કંઈ જટિલ અથવા ખર્ચાળ હોવું જરૂરી નથી; મિત્ર અથવા પાડોશી સાથે ચા-કોફી કે મફત સ્થાનિક એટ્રેક્શનની મુલાકાત લેવાનો સમય નક્કી કરી શકો છો.
-
ટૉકીંગ થેરાપી:
જો તમે ચિંતા અથવા હતાશાની લાગણીઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં હો, તો NHSની ટૉકિંગ થેરાપીઓ મદદ કરી શકે છે. આ સેવાઓ વ્યવહારુ મનોવૈજ્ઞાનિક ઉપચારો પ્રદાન કરે છે જે વિવિધ પ્રેક્ટીકલ સાયકોલોજીકલ થેરાપીઝ ઓફર કરે છે જે વિવિધ સામાન્ય મેન્ટલ હેલ્થ ડીસોર્ડરમાં મદદ કરી શકે છે અને તે મફત અને અસરકારક છે.
ટોકિંગ થેરાપી તાલીમ પામેલા NHS મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ દ્વારા, વન ટૂ વન સેશન્સમાં, રૂબરૂમાં અથવા ફોન પર આપવામાં આવે છે, અને ઇન્ટરેક્ટિવ વેબસાઇટ્સ દ્વારા ઑનલાઇન પણ ઍક્સેસ કરી શકાય છે.
તમે તમારી સ્થાનિક સેવા શોધવા અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે nhs.uk/talk ની મુલાકાત લઈને NHS ટૉકીંગ થેરાપીઝનો રેફરન્સ લઈ શકો છો અથવા ઈમેલ અથવા ફોન દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો. તે માટે પાત્ર થવા માત્ર GP સાથે નોંધણી કરાવવી જરૂરી છે.
કટોકટીમાં મદદ કરો
- જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય, તમારી જાતને નુકસાન પહોંચાડી રહ્યાં હો અથવા જાતે નુકસાન પોહંચાડવા (સેલ્ફ હાર્મ) વિશે વિચાર્યું છે તો કોઈને તે જણાવવું મહત્વપૂર્ણ છે.
- આ વિચારો અને લાગણીઓ જટિલ, ભયાનક અને મૂંઝવણભર્યા હોઈ શકે છે પરંતુ તમારે એકલાએ સંઘર્ષ કરવાની જરૂર નથી.
- જો તમે ડૉક્ટરને મળવા માટે રાહ જોઈ શકતા ન હો અને તમારી જાતને સુરક્ષિત રાખવામાં અસમર્થતા અનુભવતા હો, તો તરત જ સહાય મેળવવા માટે નીચેની સંસ્થાઓમાંથી કોઈ એકનો સંપર્ક કરો:
- uk/urgentmentalhealth પર તમારી સાતેય દિવસ અને ચોવીસેય કલાક ચાલતી સ્થાનિક NHS ક્રાઇસીસ લાઇન શોધો અથવા 111.nhs.uk ની મુલાકાત લો.
- જો તમે 35 વર્ષથી ઓછી ઉંમરના હો અને આત્મહત્યાના વિચારો અનુભવતા હો, અથવા કોઈ પણ વ્યક્તિ જે ચિંતિત હોય કે કોઈ યુવાન આત્મહત્યા વિશે વિચારતુ હોય, તો papyrus-uk.org ની મુલાકાત લો, ટેલિફોન નંબર 0800 068 4141 ઉપર કૉલ કરો (સવારે 9 થી મધ્યરાત્રિ સુધી, વર્ષમાં 365 દિવસ, 07860 039 967 ઉપર ટેક્સ્ટ અથવા pat@papyrus-uk.org ઉપર ઇમેઇલ કરો.
- જો તમારું જીવન અથવા અન્ય કોઈનું જીવન જોખમમાં હોય તો 999 પર કૉલ કરો.